જેટકોએ રોડની સમાંતર સલામતીની આડશ વગર કરેલું ગટરનું ખોદકકમ જોખમી બન્યુંમોરબી : મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર જેટકો કંપનીએ ગટરમાં માટે ખોદકામ કરી નાખ્યું હોય પણ સલામતીની આડશ ન મુક્તા રોડની સમાંતર ખોદેલા ખાડા વાહનો માટે જોખમી બન્યા છે. જેમાં આજે વહેલી સવારે આ રોડ ઉપર નીકળેલી કાર ખાડામાં બુરી રીતે ફસાઈ જતા કારને નુકશાન થયું હતું.મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર જેટકો કંપનીએ રોડની સમાંતર ગટર બનાવી નાખી છે. જેમાં ગટરની લાઇન માટે રોડની બાજુમાં એક સાઈડ આખી ખોદી નાખી છે. પણ રોડની બાજુમાં કરેલા ખાડાઓ આડે કોઈ સલામતીની આડશ ન મુકતા વાહન ચાલકો ઉપર અકસ્માતના ખાતરા વચ્ચે આજે વહેલી સવારે અંધકારને કારણે આ ખોદેલી સાઈડમાં એક કાર રોડનું નીચે ઉતરી ખાડામાં ફસાઇ ગઈ હતી. તેથી કારને નુકસાન થયું હતું. આથી આ ગંભીરતા અંગે જાગૃત નાગરિકે વીડિયો બનાવી તંત્રને ધ્યાને મૂકી અકસ્માત અટકવવા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.