મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકાપ્લોટ પાછળ સાયન્ટિફિક વાડી વાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા, વિજયભાઇ બધાભાઇ અજાણા, હનીફભાઇ સુમાલભાઇ ચાનીયા, ઇશ્વરલાલ છગનલાલ ઇન્દરીયા, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી, ઇકબાલભાઇ હુશેનભાઇ કટીયા અને ઇમરાનભાઇ વલીમામદભાઇ કાશમાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.